Tuesday, 28 June 2011

Gandhijini dandiyatra meksikoma.....





ગાંધીજીની દાંડીયાત્રા  મેક્સિકોમાં.... 
ગુજરાત વિદ્યાપીઠ અને મેક્સિકોની યુનિવર્સિટી વચ્ચે બહુ જલ્દી શૈક્ષણિક આદાન- પ્રદાન માટે કરાર થવાના છે. ઉપરોક્ત જાણકારી ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ.સુદર્શન આયંગરે ગુરુવારે અહિંસા- શાંતિ સંશોધનભવનમાં વિચાર - વિમર્શ થયેલ એ દરમિયાન ઉપસ્થિત અધ્ય્ક્ષો ,અધ્યાપકો, વિદ્યાર્થીઓ સમક્ષ વિચર રજુ કરેલ. 
                      
                                               ઓરા મંડળના   સ્થાપક મેક્સિકોથી આવેલ સોનિયાબહેન પણ આ પ્રવાસમાં ભાગ લીધેલો. મેક્સિકો અને હિન્દુસ્તાન એક અક્ષાંશ પર આવેલ બે વિરોધી દિશાના દેશો છે. 

                                               કુલનાયક,
ડૉ.સુદર્શનઆયંગરે   જણાવ્યું  કે  શિક્ષણ  આંતરરાષ્ટ્રીય  વ્યાપારીકરણ બની રહ્યું છે. ત્રણ શબ્દો સમજવા જેવા છે. બૌદ્ધિક,અનુભવમુલક ,આધ્યાત્મિક શિક્ષણ   હજારો માઈલના  અંતરે બેસેલ એક નિરિક્ષર વૃદ્ધ સ્ત્રી પણ ગાંધીજીને ઓળખે છે. મેક્સિકોમાં મ્યુઝીકલ સફાઈ,દાંડીયાત્રાનું તાત્વિક ,દાર્શનિક,
દ્રષ્ટિએ ચર્ચમાં ગાંધીજીનું વ્યાખ્યાન થયેલું.

  

Monday, 27 June 2011

feature

વરસાદની આતુરતા


વરસાદની વિહવળતા, વ્યથા અને વેદના તે ગરમીનું પ્રકોપ રૂપ ધારણ કરી સાબિતી આપે છે. ધરતી પર પગ મુક્તા ડામ પડી  જાય એટલો તાપ,ઉકળાટ એ વરસાદની ધરતીને મળવાની આતુરતામાં આક્રોશ છલકાય છે. આઠ મહિનાઓથી પોતાની પ્રિયતમાને મળવા તે વ્યથિત છે. તેની આ વ્યથામાં પૃથ્વીવાસીઓ પણ વ્યથાથી પીડાય છે. ધરતીના લોકો તેની આતુરતાથી રાહ જુએ છે. જયારે વારસદ અને વસુંધરા એકબીજાના મિલનના અવસરની રાહ જુએ છે.


                                       વરસાદને જેટલી વસુંધરાની મળવાની વિહવળતા ,ઉત્સુકતા ,તડપન છે એટલી જ વસુંધરાને પણ છે. તે રાહ જોઈ બેઠી છે ક્યારે મારો પ્રિયતમ આવી મને લીલી ચુંદડી ઓઢાડશે, ક્યરે હું 'શૃંગાર' સાજીશ. તે આવશે અને તેના સ્પર્શ માત્રથી એ મીઠી- મ્હેકથી સુગંધ ચોતરફ પ્રસરાશે. જેને હું મન ભરીને મારા શ્વાસો- શ્વાસમાં ભરી તૃપ્ત થઈશ. આટલા મહિનાઓ પછી હું આટલી ધોમ, ધખ -ધખતી ધરા ભઠીની  જેમ ટપુ છું  ક્યારે  તેનો સ્પર્શ મને શીતળતાનો આહલાદક અનુભવ કરાવશે .મારા સંતાનો ,મારા આ પૃથ્વીવાસીઓ,મારા ખેડુતપુત્રો ક્યરનાય  એના આગમનની સૌ કોઈની પ્રતીક્ષા અને એમની આતુરત જોઈ ડી બોલી ઉઠે છે;  "આપના   આગમનથી દિલ ડોલી  ઉઠે છે ,
કાગડો' કોયલની વાણી બોલી ઉઠે છે!
સ્પર્શ  એમનો સૌરભ ભર્યો  મન બોલી ઉઠે છે ,
વિરહ એમનો વ્યથા ભર્યો મન જ્વલી ઉઠે છે."

 ફક્ત વરસાદ અને વસુંધરાને જ નહિ પરંતુ તમામ ધરતીના સંતાનોને તેમની પ્રતીક્ષા છે. પશુ,પક્ષી,વનસ્પતિ,જીવસૃષ્ટિ  તેની કાગડોળે રાહ જુએ છે. આજે એની આતુરત પહેલા સ્વપ્નોમાં અને કલ્પનામાં વાસ્તવિક સૃષ્ટિનું  નિરૂપણ સહજ ઉપસી આવે છે. એ મોરનું થનગનાટ નાચવું, ઠેકવું,  ચાતકનું બુંદનું ચાખવું, ખેડ્તનું બીજ રોપવું અને ધરતીનું એ નવોઢાનું સ્વરૂપ. વાહ! કેટલું અદભૂત હશે દ્રશ્ય. આહ!વાહ!ના શબ્દોથી લોકો આત્માથી આશીર્વચનોને આત્મસાત કરશે.પરંતુ આ છે એમના આવ્યા પછીની વાત હાલ તો પ્રતીક્ષાની પરિક્ષા અને પરિણામની પરબ પર જ પ્રાર્થના કરી શકાય. જલ્દી આવ મેઘરજ તારી આતુરતમાં આગમનનો અમીરસ બની છલકાય જા ....................... !   

Thursday, 16 June 2011

Aagaman!

આગમન
આપના આગમનથી દિલ ડોલી ઉઠે છે,
કાગડો ' કોયલની વાણી બોલી ઉઠી છે.

સાથ એમનો સૌરભ ભર્યો!
હવાઓ જાણે મહેંકી ઉઠે છે.

શબ્દ એમનો ઉષ્મા ભર્યો!
વિના બની ઝણઝણી ઉઠે છે.

સ્પર્શ એમનો સુરજ ભર્યો!
ચાંદની બની પ્રસરી ઉઠે છે.

સાથ એમનો વિરહ ભર્યો!
છતાં આશ બની ખીલી ઉઠે છે.

આપના વિરહથી દિલ જ્વલી ઉઠે છે,
કાગડો ' કોયલની જુઠી વાણી બોલી ઉઠે છે.

Tadakana Talavama.....

તડકાના તળાવમાં રમતું બપોર
તડકાના તળાવમાં રમતું બપોર
બળબળતા તાપમાં મૂકતું બપોર
વાયરાને જકડીને  રાખતું બપોર
માણસને વેદના આ આપતું બપોર
વાદળ બની કેવું ગરજતું બપોર
માણસને વેદના આ આપતું બપોર 
વળી બની કેવું ગરજતું બપોર 
વરસાદ થઇ આ વરસતું બપોર 
આભનો મેસેજ પહોચાડતું  બપોર 
ધરતીનો ફોટો સેન્ડ કરતું બપોર 
આકાશનું થેન્કયુ બની આવતું બપોર 
સાંજ બની સહજ ચમકતું બપોર 
મિત્ર રવિ સંગ પાછું ફરતું બપોર 
તડકાના તળાવમાં રમતું બપોર!