જગતમાં જેઓ વિચારક્રાંતિ સર્જવા જન્મે છે તેમને બાલ્યવયમાં જ પોતાની ભાવી મહ્તાનું ભાન થતું હોય એમ જણાય છે. પ્લેટો,એરીસ્ટોટલ,સિકંદર કે સીઝરએ સૌએ ભાવી મહતાની ઝાંખી બાલ્યવયમાંથી જ અનુભવી હતી.નરેન્દ્ર પણ એમાં અપવાદ ન હતા. એમના સમવયસ્કો જે ન જોઈ શકતા તેવી ઘણી બાબતો એમને સ્પષ્ટ દેખાતી.આમ, આ ભાવીયુગપુરુષે પોતાની મહત્તાનો પરિચય નાનપણથી જ આપવામાંડ્યો હતો. આજે એમની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી હર્ષભેર ઠેર-ઠેર થઈ રહી છે.તેમ જ સ્વામીજીના જન્મદિનને 'યુવાદિન' તરીકે ઉજવાઈ રહ્યો છે. આજે દેશ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો પરંતુ આજે અદ્રશ્યરીતે એક સમસ્યા વિકસી રહી છે. જે લાંબા ગાળે દેશને માઠી અસર પહોચાડશે તે છે યુવાધનની નિષ્ક્રિયતા,આળસીપણુ,બેકારી,વિ દેશતરફનું આકર્ષણ વગેરે અનેક સમસ્યાઓથી યુવાધન ખરડાયેલ છે. જી હા! આપને ૧૨મી જાન્યુઆરીને "યુવાદિન"તરીકે ઉજવીએ છીએ?ત્યારે દરેક યુવાઓના મનમાં જ પ્રશ્ન થવો જોઈએ આપણે ખરેખર ભારતના ભાવી છીએ?અને હા તો દેશને શું આપીશું? અને ના તો શું કરીશું?શું કરવું જોઈએ.તેનો એકજ ઉકેલ છે.આપણી જ ઉમરના યુગદ્રષ્ટા સ્વામી વિવેકાનંદ તો ન બનીએ પણ એમના વિચારોને લઇ આપના જીવનનું નવ નિર્માણ કરીએ
આ દુનિયામાં તમે આવ્યા છો તો કંઈક નામ રાખી જાઓ નહીતર તમારામાં અને પેલા ઝાડ કે પથ્થરમાં ફર્ક શો રહ્યો?એ પણ જન્મે છે,જીર્ણ થાય છે અને નાશ પામે છે.આપણે ઘણું રુદન કર્યું,હવે રડવું છોડી દઈ મર્દ બનો મર્દ બનાવે એવા ધર્મની આપણને જરૂર છે.સર્વ રીતે મર્દબનાવે એવી કેળવણીની આપણને જરૂર છે.આ અભયવાણી બોલનાર સ્વામી વિવેકાનંદછે.સ્વામીજી ચાળીસથીય ઓછી વર્ષની ઉમરમાં જ દેશ માટે યુગપુરુષ બની ચુક્યા હતા. જીવનને સાચા અર્થમાં તેના ઉદેશને સમજી પોતાના જીવનને જ એક સંદેશો બનાવી ગયા.ટૂંકા જીવન દરમિયાન આવું મહાભારત કાર્ય કરી બતાવનાર યુગ્પુરૂષનું માનસિક ને આધ્યાત્મિક ઘડતર કઈ પદ્ધતિએથયું હશેને એમનો આંતરીક વિકાસ કઈ ઉચ્ચ કક્ષાએ પહોચ્યો હશે એ કળવુંસામાન્ય માણસની શક્તિ બહારનું છે. કારણકે એક વખતે અત્યુચ્ચ આધ્યાત્મિક અવસ્થામાં સ્વામીવિવેકાનંદ સ્વાગત બોલેલા તે જ શબ્દોમાં કહીએ તો "આવિવેકાનંદે જગતને માટે જે કર્યું છે તે બીજો વિવેકાનંદ હોત તો સમજી શકત!
આ યુગપુરૂષે દેશના વિકાસમાં પગદંડીનું કાર્ય કર્યું,જયારે આજે આપણે યુવાધન તો ફક્ત યુવાનીના નામે મોજશોખ સિવાયની જાણે દુનીયા જ સુજતી નથી. આપણે સ્વતંત્રતાના નામે સુવર્ણ સમયને સિગારેટના ધુમાડામાં ઓગાળી દઈએ છીએ. યુવાનીના નામે અનેક નશામાં ચુર થઇ પોતાની જિંદગી માટે જ કઈ બોધ બચાવતા નથી.જયારે આ યુગપુરૂષે તો ટુંકા જીવનકાળમાં બ્રહ્મચર્યને વરી સમાજને સંદેશો આપી દીધેલ. ભારતના તેમજ સમગ્રવિશ્વના દલીતો અને ગરીબો માટે સદાય દ્રવતા તેમના હ્રદયનાવિકાસનો ઈતિહાસ કદાચ હંમેશને માટે અલ્પજ્ઞાત જ રહેશે.સત્યોની જીવંત પ્રતિમૂર્તિરૂપે સ્વામીજી કેવી રીતે તૈયાર થયા હશે તો કહી શકાય કલકતાના નરેન્દ્રનાથ દત્તમાથી વિકાસ પામતો પામતો નિર્વિકલ્પ સંબધ માટે તલસતો રામકૃષ્ણ પરમહંસદેવનો પ્રિય "નરેન"આખરે સિંહગર્જનાથી ગાઢ નિદ્રાધીન ભારતને જગાડનાર, વિશ્વને ધાર્મિક સહિષ્ણુતા,સમન્વય સંભળાવનાર ,યુગાચાર્ય રાષ્ટ્રપ્રેમી સ્વામી વિવેકાનાદમાં કેવીરીતે પરિણમ્ય હશે તો કહી શકીએ કે પોતાની તાર્કિકતા,કોઠાસુઝ,આત્મમંથનથી જ કદાચ પરમતાને પામી શક્યા હશે સ્વામીજીના લાખનો વિષે મહાત્મા ગાંધીએ યોગ્ય જ કહ્યું છે;"તેમને કોઈ પ્રસ્તાવનાની જરૂર નથી." અને એટલુ જ નિઃશંક કહી શકાય કે આજના સ્વાધીભારતના તેમજ સમગ્ર માનવજીવનના પ્રાણપ્રશ્નના ઉકેલ સ્વામીજીના જીવન અનેસાહિત્યમાંથી મળી જ આવશે.માનવજાત માટે એમને પ્રક્તાવેલી આશા અનેગૌરવનીઅખંડ જ્યોત સૌ કોઈના માર્ગમાં જ્વલંત પ્રકાશ રેલાવતી રહે છે.માનવતાનીજીવનજ્યોતિ સ્વામીજીને મં મહતમ રાજકારણ,ગહનતમફિલસુફી અને ઉચ્ચતમ ધાર્મિકતા હતી.
આજના યુવાનોના વિચારો જોઈએ તો અભ્યાસને અને પોતાની શાળા-કોલેજોનાસ્થળને મોજ-શોખના સ્થળ બનાવી દીધા છે.જીન્સ ,ટી-શર્ટમાં સજી-ધજી બાઈક પર સવાર થઇ સિગારેટના ધુમાડા ફૂકવા,પોતાના પાતાની સોતીના બળે દેખાડાનો ડોળ કરવો એજ યુવાનીનો અર્થ બની ગયો છે.જ્યરે સ્વામીજીના જીવનમાં ઝાંખીએ તો એ જ રાજાશાહી જીવનવ્યતીત કરતા સ્વામીજીના જીવનમાં પણ એક નવો ઓપલે છે.પોતાના કુતુબની આર્થિક સ્થિતિ કથળતા સ્વામીજીને ખુલ્લા પગે,ધોમધખતાતાપમાં ઠેર-ઠેર નોકરીની શોધમાં આમથી તેમ પૂરો દિવસભૂખથી અને તરસથી વ્યથિત અને નિરાશાના નાદ વચ્ચે ઝઝૂમીને પૂરો કરવો પડતો.આપરિબળોએ જ તેઓને સાધનાના માર્ગ તરફ
વળ્યા હતા.જ્યરે આજે પણ બેરોજગારીની સ્થિતિમાં યુવાઓને ઝૂરવું પડે છે.સ્વામીજીએ આજનો યુવાઓને સંદેશો આપતા કહેલું " ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મથ્યા રહો જ્યારે આજના યંગસ્ટર્સનો નાદ કંઈક આવો છે
વળ્યા હતા.જ્યરે આજે પણ બેરોજગારીની સ્થિતિમાં યુવાઓને ઝૂરવું પડે છે.સ્વામીજીએ આજનો યુવાઓને સંદેશો આપતા કહેલું " ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મથ્યા રહો જ્યારે આજના યંગસ્ટર્સનો નાદ કંઈક આવો છે
"ઉઠો,જાગો અને એલાર્મ બંધ કરી સુઈ જાઓ"
આવું સાંભળતા હાસ્ય નહિ પણ દયા ઉપજે છે. અમે એ જ યુવાઓ છીએ જે સ્વામીજીની ઉંમર હતી.એક એ યુગદ્રષ્ટા હતા જે ભારત દેશ માટે જ વિચારતા બીજી તરફ એ જયુવાનો છે જે ભારતનું ખરેખર ભાવી છે?એ પ્રશ્નાર્થ ઉપજે. આજના યુવાઓ ફક્ત ગેરમાર્ગે ચાલી રહ્યાં છે. એવું કહેવાનું પણ કોઈ તાત્પર્ય નથી.પરંતુ એક યુવા તરીકે મારા યુવામિત્રોને સંદેશો આપવા ઈચ્છું છું કે આપણી આ જ ઉંમર છે જે મસ્તીભરી હોય પરંતુ સાથે પુરુષાર્થના મંત્રને પણ ના ભૂલીએ આપણું યુથ ઈચ્છીએ તો ફક્ત ૧૨મીજાન્યુઆરીને જ નહી પરંતુ આવનાર તમામ દિવસને "યુવાદિન"બનાવી શકીશું.આપણેસ્વામીજીની આ ૧૫૦મી જન્મશતાબ્દી દિનેસંકલ્પ લઈએ કે આપણે આપના માટે,પરિવાર,દેશ અને વિશ્વ માટે કંઈક યોગદાનઆપીશું અને એ પણ પૂરી શ્રદ્ધા,નિષ્ઠાથી એ જ આપણી યુવા હોવાની સાબિતી અને સ્વામીજીને સાચા અર્થમાં શુભેચ્છાઓ આપી શકીશું.જય ભારત
" યુવાદિનની યુવામિત્રોને આ એક યુવા તરફથી શુભકામના...!"