ખુશીઓનો ખજાનો
મિત્રો, આસો વાળ અમાસ એટલે દિવાળીનો દિવસ. ચોતરફ પ્રકાશમય પર્વ એ દિવાળી.જેની સૌ કોઈ રાહ જોતા હોય છે પછી તે બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધો. ધર્મશાસ્ત્રમાં આસો વાળ ચૌદશ,અમાસ અને કારતક સુદ પડવો એ ત્રણ દિવસોને દિવાળીનું પર્વ માનવામાં આવે છે જયારે લોક્વ્યવ્હારમાં આસો વાળ બર્ષ -વાઘબારશથી શરુ કરી કારતક સુદ બીજ સુધીના છ દિવસોનું દિવાળી પર્વ ગણાય છે. દિવાળીના દિવસે ઉપવાસ કરી રાત્રીના આરંભે દીવાઓની હર મૂકી પ્રકાશ કરી લક્ષ્મીનું પૂજન અને પાણીમાં દીવાનું દાન કરવામાં આવે છે.
જૈન ધર્મ તો દિવાળીને મહાવીરના મોક્ષ કલ્યાણક દિવસ તરીકે માને છે. દિવાળી વિકર્મ સવંતનો અંતિમ દિવસ છે.શીખ લોકો દિવાળી છઠ્ઠા ગુરુ,શહેરના કેદમાંથી,ગ્વાલિયરથી ગુરુ હર ગોવિંદજીના વળતર તરીકે ઉજવે છે. દિવાળી એટલે દારૂખાન ફોડવાની મજા,ફૂલાજારની ફોર્મ,રોકેટની રણકાર,મીથીઓની રેલમછેલ.આ....હા....હા...મજા પડી ગઈ,પણ મિત્રો,દિવાળી એટલે ખુશીઓનો ખજાનો.ચોક્કસ. આનદ,ખુશી ,ઉત્સવ એ તો ખરું જ ઉપરાંત એમની સાથે પૌરાણિક કથા પણ સંકળાયેલ છે.જેનાથી આપણે સૌ વાકેફ છીએ.દિવાળી સૌથી લોક્પ્રાય અને પૌરાણિક પર્વ છે.
ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યા પછી શ્રી રામનું અયોધ્યામાં આગમન અને તે વેળાનો અયોધ્યા નીવાસીઓનો મનનો ઉલ્લાસ અને ઉમંગ વર્ણવી ના શકાય. શ્રી રામનું આગમન એ જ દિવસ એટલે દીપાવલીનો ત્યોહાર.રંગોળી અને દીપ પ્રાગટ્યથી લોકોએ ભગવાનનું આગમન કર્યું. આ દ્રશ્ય નિહાળનારા કેટલા નસીબદાર હશે.આમ, લોકોએ પોતાની ખુશી અને લાગણીને વ્યક્ત કરતા પોતાના મનો રંગોને રંગોળીના રંગે રંગ્યા અને કાળી ચૌદશના દિવસે ચોતરફ ઘોર અંધકારને દુર કરી દિવડાઓની હારમાળાથી પ્રકાશિત કરી દેવાયું.
આજે પણ દરેક ઘરોમાં પ્રગટતા એ દીવાઓમાં લોકોના અંદરનો ઉજાસ પ્રગટતો જોઈ શકીએ છીએ.આ પર્વ પુરા દેશને તો એક કરે છે,પરંતુ મજાની વાત એ છે કે મોટાભાગના રાજ્યોમાં સંસ્કૃતિ અનુસાર ઉજવણી કરવામાં આવે છે.ભારતના ૨૮ રાજ્યોમાં પરંપરિત રીતે જ ઉજવણી કરવામાં આવે છે.પરંતુ આંધપ્રદેશ,હેદરાબાદ,મહારાષ્ટ્ર, તમિલનાડુ,મધ્યપ્રદેશ,કેરલ,કર્ણા ટક,બિહાર જેવા રાજ્યોમાં પોતાની સંસ્કૃતિ આધારિત પારમ્પરિક ઉજવણી કરવામાં આવે છે.
ગોવા સાથે સંકળાયેલ નરકાસુરની પૌરાણિક કથાથી સૌ વાકેફ હશો,ગોવામાં નરક ચતુર્દશીને દિવાળી કહેવામાં આવે છે.જયારે મહારાષ્ટ્રમાં મરાઠી કુટુંબોમાં 'વાસુ બારશ' કે ' અશ્વિન કૃષણ દ્વાદશી ' એ સ્ત્રીઓ દ્વારા ગાયનું પૂજન કરવામાં આવે છે. મધ્યપ્રદેશમાં પારંપરિક નૃત્યોની રેલમછેલ હોય છે. જયારે બિહારમાં તો 'બ્લેક દિવાળી'તરીકે આ તહેવાર ઉજવાય છે.તમિલનાડુમાં ભઠ્ઠીને સાફ કરી ચાર ચૂનો અથવા પાંચ કુમ-કુમ બિંદુઓ લગાવી પછી તેને પાણી સાથે આગામી માતાનો દિવસ તેલ સ્નાન માટે ભરવામાં આવે છે.આપનું ભારત છે જ અનેક રાજ્યોની સંસ્કૃતિના રંગોથી રંગાયેલું રમણીય રંગોળી જેવું.
મિત્રો,આ દિવાળીને આપણે કૈક ખાસ રીતે ના ઉજવી શકીએ.આ દિવાળીને કેમ યાદગાર ના બનાવી શકાય? અર્થાત આ દિવાળીના દિવસે અનાથ બાળકો સાથે દારૂખાન,મીઠાઈઓ અને નવા કપડાની ભેટ આપી એમની સાથે પૂરો દિવસ કેમ ના વિતાવી શકીએ.
કેમ....આપણે વૃદ્ધાશ્રમ જી એ વૃદ્ધોના સંતાનોની ખોટ તો પૂરી ના કરી શકીએ,પરંતુ સંતાન બની ખુશી આપવાનો પ્રયાસ તો કરીજ શકીએ ને? બાળકો,વૃદ્ધો,સાથે સમય વિતાવીને દિવાળીના પર્વ નિમિતે એમને થોડી ખુશી આપવાનો પ્રયત્ન કરી શકાય છે.
પરંતુ મિત્રો,દરેક રાજ્યોમાં દિવાળી અલગ -અલગ રીતે ઉજવાઈ છે એ તો માહિતી કહી શકાય,વૃદ્ધો,બાળકો સાથે સમય વિતાવવો એ વિચાર કે ઈચ્છા છે.પરંતુ વ્યથા તો ફટાકડાની ફેકટરીમાં કામ કરતા બાળકોને જોતા આપણે વ્યાકુળ થઇ જઈએ છીએ.મિત્રો જરા ધ્યાનથી જો જો તમે જે દારૂખાનના ધુમાડા જેવી બની જતી હોય છે.આ વાસ્તવિકતા છે.
આ બાળકોની મજબૂરી છે તેઓ પોતાના ભરણપોષણ માટે આવી મજુરી કરે છે ,જયારે આપણને તો આવા બાળકોની જિંદગીની અંધકારમય જીંદગીમાં પ્રકાશ ક્યારે આવશે?શું?આપણે આવા ફેક્ટરી માલિકોને સરકારના નીતીધોરનો અંતર્ગત કાનૂની પગલા ના લઇ શકીએ ? કેમ આપણે આ ભૂલકાઓને સરકારની અનેક યોજનાઓ દ્વારા સહાય કરી દિવાળીની ગીફ્ટ ના અપાવી શકીએ?મિત્રો,દિવાળીની પ્રકાશ્માયતા અને નવા વર્ષની શરૂઆતમાં અનેક સંકલ્પો વચ્ચે આ એક સંકલ્પ લઇ નિર્દોષ બાળકોને ખુશીઓ ભરેલા બાળપણ સાથે નવી જિંદગી ના આપી શકીએ?નવા વર્ષની આ સુંદર સંકલ્પ સાથે ખુબ-ખુબ શુભેચ્છાઓ .......!
"નવું છે વરસ તો મળીએ નવેસર...
નવું છે વરસ તો ભાળીએ નવેસર,
સૌ સાથે મળીને કરીએ ઉજાણી
કેમ કે,નવું છે વરસ તો મળીએ નવેસર."
HAPPY DIWALI & HAPPY NEW YEAR !