Wednesday, 11 January 2012

svamijini suvas

                      સ્વામીજીની સુવાસ

               જગતમાં  જેઓ વિચારક્રાંતિ સર્જવા જન્મે છે તેમને બાલ્યવયમાં જ પોતાની ભાવી મહ્તાનું ભાન થતું હોય એમ જણાય છે. પ્લેટો,એરીસ્ટોટલ,સિકંદર કે સીઝરએ સૌએ ભાવી મહતાની ઝાંખી બાલ્યવયમાંથી જ અનુભવી હતી.નરેન્દ્ર પણ એમાં અપવાદ ન હતા. એમના સમવયસ્કો જે ન જોઈ શકતા તેવી ઘણી બાબતો એમને સ્પષ્ટ દેખાતી.આમ, આ ભાવીયુગપુરુષે પોતાની મહત્તાનો પરિચય નાનપણથી જ આપવામાંડ્યો હતો. આજે એમની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી હર્ષભેર ઠેર-ઠેર થઈ રહી છે.તેમ જ સ્વામીજીના જન્મદિનને 'યુવાદિન' તરીકે ઉજવાઈ રહ્યો છે. આજે દેશ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો પરંતુ આજે અદ્રશ્યરીતે એક સમસ્યા વિકસી રહી છે.   જે લાંબા ગાળે દેશને માઠી અસર પહોચાડશે તે છે યુવાધનની નિષ્ક્રિયતા,આળસીપણુ,બેકારી,વિદેશતરફનું આકર્ષણ વગેરે અનેક સમસ્યાઓથી યુવાધન ખરડાયેલ છે. જી હા! આપને ૧૨મી જાન્યુઆરીને "યુવાદિન"તરીકે ઉજવીએ છીએ?ત્યારે દરેક યુવાઓના મનમાં જ  પ્રશ્ન થવો જોઈએ આપણે ખરેખર ભારતના ભાવી છીએ?અને હા તો દેશને શું આપીશું? અને ના તો શું કરીશું?શું કરવું જોઈએ.તેનો એકજ ઉકેલ છે.આપણી જ ઉમરના યુગદ્રષ્ટા સ્વામી વિવેકાનંદ તો ન બનીએ પણ એમના વિચારોને લઇ આપના જીવનનું નવ નિર્માણ કરીએ
           આ દુનિયામાં તમે આવ્યા છો તો કંઈક નામ રાખી જાઓ નહીતર તમારામાં અને પેલા ઝાડ કે  પથ્થરમાં ફર્ક શો રહ્યો?એ પણ જન્મે છે,જીર્ણ થાય છે અને નાશ પામે છે.આપણે ઘણું રુદન કર્યું,હવે રડવું છોડી દઈ મર્દ બનો મર્દ બનાવે એવા ધર્મની આપણને જરૂર છે.સર્વ રીતે મર્દબનાવે એવી કેળવણીની આપણને જરૂર છે.આ અભયવાણી બોલનાર સ્વામી વિવેકાનંદછે.સ્વામીજી ચાળીસથીય ઓછી વર્ષની ઉમરમાં  જ દેશ માટે યુગપુરુષ બની ચુક્યા હતા. જીવનને સાચા અર્થમાં તેના ઉદેશને સમજી પોતાના જીવનને જ એક સંદેશો બનાવી  ગયા.ટૂંકા જીવન દરમિયાન આવું મહાભારત કાર્ય કરી બતાવનાર યુગ્પુરૂષનું માનસિક ને આધ્યાત્મિક ઘડતર કઈ પદ્ધતિએથયું હશેને એમનો આંતરીક વિકાસ કઈ ઉચ્ચ કક્ષાએ પહોચ્યો હશે એ કળવુંસામાન્ય માણસની શક્તિ બહારનું છે. કારણકે એક વખતે અત્યુચ્ચ આધ્યાત્મિક અવસ્થામાં સ્વામીવિવેકાનંદ સ્વાગત બોલેલા તે જ શબ્દોમાં કહીએ તો "આવિવેકાનંદે જગતને માટે જે કર્યું છે તે બીજો વિવેકાનંદ હોત તો સમજી શકત!
             આ યુગપુરૂષે દેશના વિકાસમાં પગદંડીનું કાર્ય કર્યું,જયારે આજે આપણે યુવાધન તો ફક્ત યુવાનીના નામે મોજશોખ સિવાયની જાણે દુનીયા જ સુજતી નથી. આપણે સ્વતંત્રતાના નામે સુવર્ણ સમયને સિગારેટના ધુમાડામાં  ઓગાળી દઈએ છીએ. યુવાનીના નામે અનેક નશામાં ચુર થઇ પોતાની જિંદગી માટે જ કઈ બોધ બચાવતા નથી.જયારે આ યુગપુરૂષે તો ટુંકા જીવનકાળમાં બ્રહ્મચર્યને વરી સમાજને સંદેશો આપી દીધેલ. ભારતના તેમજ સમગ્રવિશ્વના દલીતો અને ગરીબો માટે સદાય દ્રવતા તેમના હ્રદયનાવિકાસનો ઈતિહાસ કદાચ હંમેશને માટે અલ્પજ્ઞાત જ રહેશે.સત્યોની જીવંત પ્રતિમૂર્તિરૂપે સ્વામીજી કેવી રીતે તૈયાર થયા હશે તો કહી શકાય કલકતાના નરેન્દ્રનાથ દત્તમાથી વિકાસ પામતો પામતો નિર્વિકલ્પ સંબધ માટે તલસતો રામકૃષ્ણ પરમહંસદેવનો પ્રિય "નરેન"આખરે સિંહગર્જનાથી ગાઢ નિદ્રાધીન ભારતને જગાડનાર, વિશ્વને ધાર્મિક સહિષ્ણુતા,સમન્વય સંભળાવનાર ,યુગાચાર્ય રાષ્ટ્રપ્રેમી સ્વામી વિવેકાનાદમાં કેવીરીતે પરિણમ્ય હશે તો કહી શકીએ કે પોતાની તાર્કિકતા,કોઠાસુઝ,આત્મમંથનથી જ કદાચ પરમતાને પામી શક્યા હશે સ્વામીજીના લાખનો વિષે મહાત્મા ગાંધીએ યોગ્ય જ કહ્યું છે;"તેમને કોઈ પ્રસ્તાવનાની જરૂર નથી." અને એટલુ જ નિઃશંક કહી શકાય કે આજના સ્વાધીભારતના તેમજ સમગ્ર માનવજીવનના પ્રાણપ્રશ્નના ઉકેલ સ્વામીજીના જીવન અનેસાહિત્યમાંથી મળી જ આવશે.માનવજાત માટે એમને પ્રક્તાવેલી આશા અનેગૌરવનીઅખંડ જ્યોત સૌ કોઈના માર્ગમાં જ્વલંત પ્રકાશ રેલાવતી રહે છે.માનવતાનીજીવનજ્યોતિ સ્વામીજીને મં મહતમ રાજકારણ,ગહનતમફિલસુફી અને ઉચ્ચતમ ધાર્મિકતા હતી.
           આજના યુવાનોના વિચારો જોઈએ તો અભ્યાસને અને પોતાની શાળા-કોલેજોનાસ્થળને મોજ-શોખના સ્થળ બનાવી દીધા છે.જીન્સ ,ટી-શર્ટમાં સજી-ધજી બાઈક પર સવાર થઇ સિગારેટના ધુમાડા ફૂકવા,પોતાના પાતાની સોતીના બળે દેખાડાનો ડોળ કરવો એજ યુવાનીનો અર્થ બની ગયો છે.જ્યરે સ્વામીજીના જીવનમાં ઝાંખીએ તો એ જ રાજાશાહી જીવનવ્યતીત કરતા સ્વામીજીના જીવનમાં પણ એક નવો ઓપલે છે.પોતાના કુતુબની આર્થિક સ્થિતિ કથળતા સ્વામીજીને ખુલ્લા પગે,ધોમધખતાતાપમાં ઠેર-ઠેર નોકરીની શોધમાં આમથી તેમ પૂરો  દિવસભૂખથી અને તરસથી વ્યથિત અને નિરાશાના નાદ વચ્ચે ઝઝૂમીને પૂરો કરવો પડતો.આપરિબળોએ જ તેઓને સાધનાના માર્ગ તરફ
 વળ્યા હતા.જ્યરે આજે પણ બેરોજગારીની સ્થિતિમાં યુવાઓને ઝૂરવું પડે છે.સ્વામીજીએ આજનો યુવાઓને સંદેશો આપતા કહેલું " ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મથ્યા રહો જ્યારે આજના યંગસ્ટર્સનો નાદ કંઈક આવો છે
             "ઉઠો,જાગો અને એલાર્મ બંધ કરી સુઈ જાઓ"
              આવું સાંભળતા હાસ્ય નહિ પણ દયા ઉપજે છે. અમે એ જ યુવાઓ છીએ જે સ્વામીજીની ઉંમર હતી.એક એ યુગદ્રષ્ટા હતા જે ભારત દેશ માટે જ વિચારતા બીજી તરફ એ જયુવાનો છે જે ભારતનું ખરેખર ભાવી છે?એ પ્રશ્નાર્થ ઉપજે. આજના યુવાઓ ફક્ત ગેરમાર્ગે ચાલી રહ્યાં છે. એવું કહેવાનું પણ કોઈ તાત્પર્ય નથી.પરંતુ એક યુવા તરીકે મારા યુવામિત્રોને સંદેશો આપવા ઈચ્છું છું કે આપણી આ જ ઉંમર છે જે મસ્તીભરી હોય પરંતુ સાથે પુરુષાર્થના મંત્રને પણ ના ભૂલીએ આપણું યુથ ઈચ્છીએ તો ફક્ત ૧૨મીજાન્યુઆરીને જ નહી પરંતુ આવનાર તમામ દિવસને "યુવાદિન"બનાવી શકીશું.આપણેસ્વામીજીની આ ૧૫૦મી જન્મશતાબ્દી દિનેસંકલ્પ લઈએ કે આપણે આપના માટે,પરિવાર,દેશ અને વિશ્વ માટે કંઈક યોગદાનઆપીશું અને એ પણ પૂરી શ્રદ્ધા,નિષ્ઠાથી એ જ આપણી યુવા હોવાની સાબિતી અને સ્વામીજીને સાચા અર્થમાં શુભેચ્છાઓ આપી શકીશું.જય ભારત
       " યુવાદિનની યુવામિત્રોને  આ એક યુવા તરફથી  શુભકામના...!"

Thursday, 20 October 2011

DIWALI


                                            ખુશીઓનો ખજાનો 

મિત્રો, આસો વાળ અમાસ એટલે દિવાળીનો દિવસ. ચોતરફ પ્રકાશમય પર્વ એ દિવાળી.જેની સૌ કોઈ રાહ જોતા હોય છે પછી તે બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધો. ધર્મશાસ્ત્રમાં આસો વાળ ચૌદશ,અમાસ અને કારતક સુદ પડવો એ ત્રણ દિવસોને દિવાળીનું પર્વ માનવામાં આવે છે જયારે લોક્વ્યવ્હારમાં આસો વાળ બર્ષ -વાઘબારશથી શરુ કરી કારતક સુદ બીજ સુધીના છ દિવસોનું દિવાળી પર્વ ગણાય છે. દિવાળીના દિવસે ઉપવાસ કરી રાત્રીના આરંભે દીવાઓની હર મૂકી પ્રકાશ કરી લક્ષ્મીનું પૂજન અને પાણીમાં દીવાનું દાન કરવામાં આવે છે.                    
 જૈન ધર્મ તો દિવાળીને મહાવીરના મોક્ષ કલ્યાણક દિવસ તરીકે માને છે. દિવાળી વિકર્મ સવંતનો અંતિમ દિવસ છે.શીખ લોકો દિવાળી છઠ્ઠા ગુરુ,શહેરના કેદમાંથી,ગ્વાલિયરથી ગુરુ હર ગોવિંદજીના વળતર તરીકે ઉજવે છે. દિવાળી એટલે દારૂખાન ફોડવાની મજા,ફૂલાજારની ફોર્મ,રોકેટની રણકાર,મીથીઓની રેલમછેલ.આ....હા....હા...મજા પડી ગઈ,પણ મિત્રો,દિવાળી એટલે ખુશીઓનો ખજાનો.ચોક્કસ. આનદ,ખુશી ,ઉત્સવ એ તો ખરું જ ઉપરાંત એમની સાથે પૌરાણિક કથા પણ સંકળાયેલ છે.જેનાથી આપણે સૌ વાકેફ છીએ.દિવાળી  સૌથી લોક્પ્રાય અને પૌરાણિક પર્વ છે.
                      ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યા પછી શ્રી રામનું અયોધ્યામાં આગમન અને તે વેળાનો અયોધ્યા નીવાસીઓનો મનનો ઉલ્લાસ અને ઉમંગ વર્ણવી ના શકાય. શ્રી રામનું આગમન એ જ દિવસ એટલે દીપાવલીનો ત્યોહાર.રંગોળી અને દીપ પ્રાગટ્યથી લોકોએ ભગવાનનું આગમન કર્યું. આ દ્રશ્ય નિહાળનારા કેટલા નસીબદાર હશે.આમ, લોકોએ પોતાની ખુશી અને લાગણીને વ્યક્ત કરતા પોતાના મનો રંગોને રંગોળીના રંગે રંગ્યા અને કાળી ચૌદશના દિવસે ચોતરફ  ઘોર અંધકારને દુર કરી દિવડાઓની હારમાળાથી પ્રકાશિત કરી દેવાયું.
                     આજે પણ દરેક ઘરોમાં પ્રગટતા એ દીવાઓમાં લોકોના અંદરનો ઉજાસ પ્રગટતો જોઈ શકીએ છીએ.આ પર્વ પુરા દેશને તો એક કરે છે,પરંતુ મજાની વાત એ છે કે મોટાભાગના રાજ્યોમાં સંસ્કૃતિ અનુસાર ઉજવણી કરવામાં આવે છે.ભારતના ૨૮ રાજ્યોમાં પરંપરિત રીતે જ ઉજવણી કરવામાં આવે છે.પરંતુ આંધપ્રદેશ,હેદરાબાદ,મહારાષ્ટ્ર,તમિલનાડુ,મધ્યપ્રદેશ,કેરલ,કર્ણાટક,બિહાર જેવા રાજ્યોમાં પોતાની સંસ્કૃતિ આધારિત પારમ્પરિક ઉજવણી કરવામાં આવે છે. 
                        ગોવા સાથે સંકળાયેલ નરકાસુરની પૌરાણિક કથાથી સૌ વાકેફ હશો,ગોવામાં નરક ચતુર્દશીને દિવાળી કહેવામાં આવે છે.જયારે મહારાષ્ટ્રમાં મરાઠી કુટુંબોમાં 'વાસુ બારશ' કે ' અશ્વિન કૃષણ દ્વાદશી ' એ સ્ત્રીઓ દ્વારા ગાયનું પૂજન કરવામાં આવે છે. મધ્યપ્રદેશમાં પારંપરિક નૃત્યોની રેલમછેલ હોય છે. જયારે બિહારમાં તો 'બ્લેક દિવાળી'તરીકે આ તહેવાર ઉજવાય છે.તમિલનાડુમાં ભઠ્ઠીને સાફ કરી ચાર ચૂનો અથવા પાંચ કુમ-કુમ બિંદુઓ લગાવી પછી તેને પાણી સાથે આગામી માતાનો દિવસ તેલ સ્નાન માટે ભરવામાં આવે છે.આપનું ભારત છે જ અનેક રાજ્યોની સંસ્કૃતિના રંગોથી રંગાયેલું  રમણીય રંગોળી જેવું.
                       મિત્રો,આ દિવાળીને આપણે કૈક ખાસ રીતે ના ઉજવી શકીએ.આ દિવાળીને કેમ યાદગાર ના બનાવી શકાય? અર્થાત આ દિવાળીના દિવસે અનાથ બાળકો સાથે દારૂખાન,મીઠાઈઓ અને નવા કપડાની ભેટ આપી એમની સાથે પૂરો દિવસ કેમ ના વિતાવી શકીએ. 
                     કેમ....આપણે વૃદ્ધાશ્રમ જી એ વૃદ્ધોના સંતાનોની ખોટ તો પૂરી ના કરી શકીએ,પરંતુ સંતાન બની ખુશી આપવાનો પ્રયાસ તો કરીજ શકીએ ને? બાળકો,વૃદ્ધો,સાથે સમય વિતાવીને દિવાળીના પર્વ નિમિતે એમને થોડી ખુશી આપવાનો પ્રયત્ન કરી શકાય છે.
                 પરંતુ મિત્રો,દરેક રાજ્યોમાં દિવાળી અલગ -અલગ રીતે ઉજવાઈ છે એ તો માહિતી કહી શકાય,વૃદ્ધો,બાળકો સાથે સમય વિતાવવો એ વિચાર કે ઈચ્છા છે.પરંતુ વ્યથા તો ફટાકડાની ફેકટરીમાં કામ કરતા બાળકોને જોતા આપણે વ્યાકુળ થઇ જઈએ છીએ.મિત્રો જરા ધ્યાનથી જો જો તમે જે દારૂખાનના ધુમાડા જેવી બની જતી હોય છે.આ વાસ્તવિકતા છે.   
આ બાળકોની મજબૂરી છે તેઓ પોતાના ભરણપોષણ માટે આવી મજુરી કરે છે ,જયારે આપણને તો આવા બાળકોની જિંદગીની અંધકારમય જીંદગીમાં પ્રકાશ ક્યારે આવશે?શું?આપણે આવા ફેક્ટરી માલિકોને સરકારના નીતીધોરનો અંતર્ગત કાનૂની પગલા ના લઇ શકીએ ? કેમ આપણે આ ભૂલકાઓને સરકારની અનેક યોજનાઓ દ્વારા સહાય કરી દિવાળીની ગીફ્ટ ના અપાવી શકીએ?મિત્રો,દિવાળીની પ્રકાશ્માયતા અને નવા વર્ષની શરૂઆતમાં અનેક સંકલ્પો વચ્ચે  આ એક સંકલ્પ લઇ નિર્દોષ બાળકોને ખુશીઓ ભરેલા બાળપણ સાથે નવી જિંદગી ના આપી શકીએ?નવા વર્ષની આ સુંદર સંકલ્પ સાથે ખુબ-ખુબ શુભેચ્છાઓ .......! 
              "નવું છે વરસ તો મળીએ નવેસર...
                નવું છે વરસ તો ભાળીએ નવેસર,
                 સૌ સાથે મળીને કરીએ ઉજાણી
          કેમ કે,નવું છે વરસ તો મળીએ નવેસર." 

 HAPPY DIWALI  & HAPPY NEW YEAR  !

Tuesday, 18 October 2011

dipawali script.

દિપાવલી  મિત્રો, આસો વદ અમાસ એટલે દિવાળીનો  દિવસ. ચોતરફ પ્રકાશમય પર્વ દિવાળી.જેની સૌ કોઈ રાહ  જોતા હોય છે પછી તે બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધો.દિવાળી એટલે શું? મિત્ર  તને  ખબર છે.



. અરે, તો કઈ યાર પૂછવાની વાત છે.દિવાળીની  કોને ના ખબર હોય .... એમ ! તો કહેજે દિવાળી વિષે તું  જાણે છે.

. દિવાળી એટલે દારૂખાન  ફોડવાની મજા,ફૂલજરની ફોરમ,રોકેટ ની રણકાર ,મિઠાઈઓની રેલમછેલ ... ...હા..હા..મજા પડી ગઈ. .હં ... તો દિવાળી એટલે ફક્ત મજા નહિ, તેની સાથે બીજું બધું પણ જોડાયેલું છે.

.શું જોડાયેલું છે? કહેજે મને..જો સંભાળ ફક્ત ફૂલજરની, મીઠાઈઓ , દારૂખાન એટલે દિવાળી નહિ. દિવાળી સૌથી લોકપ્રિય અને પૌરાણિક  પર્વ છે.

.પૌરાણિક પર્વ ...! . હા...પૌરાણિક  પર્વ .૧૪ વર્ષનો વનવાસ ભોગવ્યા પછી શ્રી રામનું અયોધ્યામાં આગમન  દિવસ એટલે દીપાવલીનો ત્યોહાર .

. ગોળી અને દીપ પ્રાગટ્યથી લોકોએ ભગવાનનું  આગમન કર્યું, દ્રશ્ય નિહાળનાર કેટલા નસીબદાર હશે..લોકોએ પોઈતાની ખુશી અને લાગણીને વ્યક્ત કરતા પોતાના માંનોરગોને રગોલીના રંગે  રંગ્યા  અને કાળી ચૌદશના દિવસે ચોતરફ ઘોર અંધકારને દુએ કરી  દિવડાઓની હારમાળાઓથી પ્રકાશિત કરી દેવાયું .

. હા! તો ખરું આજે પણ દરેક ઘરોમાં પ્રગટતા દિવાઓ જોતા અંદરથી  ઉજાસ પ્રગટે છે. . તને ખ્યાલ છે પર્વ પુરા દેશને તો એક કરે છે પરંતુ મજાની વાત છે કે મોટા ભાગના રાજ્યોમાં સંસ્કૃતિ અનુસાર ઉજવણી કરવામાં આવે છે.

. કેવી રીતે? દ્ફારેક રાજ્યમાં અલગ અલગ રીતે એટલે ...! મને કહેજે ..હં.. સાંભળ મને લાગે છે તું ફક્ત મીઠાઈઓ ખાવામાં મશગુલ રહે છે કે શું?

. હા તો ખાવી રહી યાર...દિવાળી એટલે ખુશીઓનો ખજાનો .
 
. ફક્ત મીઠાઈઓ નહિ પરંતુ ખુશીઓના ખજાનાને દરેક રાજ્યના લોકો અલગ અલગ રીતે ઊજવે છે  જાણી અને પછી આપણે પણ કઈ ખાસ રીતે ઉજવીએ એજ  નવું વર્ષ છે.

. હા તો ખરું ! આપણે જાણીએ તો આપને પણ નવપલ્લવિત થવાના . પર્વ પર કંઈક નવીન રીતે ઉજવણી કરી શકીએ .ખરું ને ? ખરું મિત્રો ,તમે પણ સાંભળો ....આપના ખુશીઓના ,ઉલ્લાસ ,ઉમંગના પર્વને દરેક રાજ્ય કઈ રીતે આવકારી આનંદ  મેળવે છે.

. હં ...મને સોનપાપડી ખાવામી ખૂબ ઈચ્છા થઇ છે અને તે તીવ્ર તત્પરતાની પરિક્ષા ના કર .. હું.... મજા પડી , ભારતમાં ૨૮ રાજ્યોમાં પર્વ ને  મોટા ભાગે સમાન રીતે ઉઅજ્વાની કરવા માં આવે છે. પરંતુ, અમુક  રાજ્યો કંઈક અલગ રીતે ઉજવે છે .

. ક્યાં રાજ્યો? .આંધપ્રદેશ,હેદ્રાબાદ,મહારાષ્ટ્ર ,તમિલનાડુ,મધ્યપ્રદેશ, કેરલ,કર્ણાટક,બિહાર જેવા રાજ્યોમાં પોતાની સંસ્કૃતિ આધારિત પારંપરિક ઉજવણી કરવામાં આવે છે .

.એવું ! તો  જરા સમજાવીને કહેજે .. આંધ્રમાં દિવાળી  સવારથી શરૂ થઇ જાય છે.અહી ફટાકડા અને દીવા સાથે રાત્રે પૂરું આકાશ ------------ થી ભરેલું હોય છે.

.ચલ ,હું તને કહું  હેદ્રાબાદમાં દિવાળી  બફેલોસ દિવાળીના  દિવસે આપવાની પરમ્પરા છે ..ગોવામાં નરકાસુર  સાથે સંકળાયેલ પૌરાણિક કથાથી સૌ વાકેફ હશો૨ .ગોવામાં નરકાસુર સાથે સંકળાયેલ પૌરાણિક કથાથી સૌ વાકેફ હશોગોવામાં નરક ચતુરદશી  ને દિવાળી કહેવામાં આવે છે .

.પણ મિત્રો , મહારાષ્ટ્રમાં રસપ્રદ  રીતે અને બીજા રાજ્યોથી અલગ રીતે ઉજવવામાં આવે છે .

.એમ ? કેવીરીતે ?

અહી મરાઠી કુટુંબો વસું-બારસ કે અશ્વિન  કૃષ્ણ દ્વાદસીએ સ્ત્રીઓ દ્વારા ગાયોનું પૂજન કરવામાં આવે છે

.મધ્યપ્રદેશમાં તો દિવસે પારંપારિક નૃત્યોની રેલમછેલ હોય છે.  

.તો મિત્રો જાણીને નવાઈ થશે ,બિહારમાં બ્લેક દિવાળી  તરીકે તહેવાર ઉજવવામાં આવે છે.

. જયારે તમિલનાડુમાં ભઠ્ઠીને સાફ કરી ચાર ચૂનો અથવા પાંચ કુમકુમ બિંદુઓ લગાવી પછી તેને    પાણી સાથે આગામી માતાનો દિવસ ,તેલ સ્નાન માટે ભરવામાં આવે છે .ઘરની સફાઈ કરી કોલમકવી અર્થાત લાલ ઓક્સાઇડ સાથે રંગોળી દ્વારા પરંપરિત પૂજા કરવામાં આવે છે

. વાહ..! મિત્ર કેટલી મજા પડે છે ને આપણા વિવિધ ભારતની  ભાતીગળતાને સમજવાની.

. તો છે .આપણું ભારત છે અન રાજ્યોની સંસ્કૃતિના રંગોથી રંગાયેલું રમણીય રંગોળી જેવું .

. તો ખરું પણ શું મિત્રો, આપણે દિવાળીને કંઈ ખાસ ના બનાવી શકીએ ?

. કેમ નહી ...પણ તારા શું વિચારો છે કહેજે.

. આપણે દિવાળીમાં આત્માથી ખુશી મેળવીએ અને તે યાદગાર બની રહે એવું કંઈક કરવું જોઈએ.

. કેમ નહી ? પર્વના નામે આપણે ચોક્કસ પરિવાર એક થઇ સુંદર રીતે ઉજવી શકીએ છીએ.

. હું જે કહેવા ઈચ્છું  છું એનો ભાવાર્થ કંઈક જુદો છે. પરિવાર,મિત્રો સાથે તો ઉજવીએ છીએ પરંતુ...

. પરંતુ...! શું? તો પછી? તું દિવાળીને કઈ રીતે દગાર બનાવીશ?

. હું દિવાળીના દિવસે અનાથ બાળકો સાથે દારૂખાનમીઠાઈઓ  અને નવા કપડાની  તેઓને  ભેટ આપી એમની સાથે પૂરો દિવસ વિતાવવા ઈચ્છું છું.

. વાહ..! મિત્ર ઘણો સુંદર વિચાર છે. દિવસે બાળકોને ખુશી લેવાનો પૂર્ણ અધિકાર છે.

. હા અને વૃધાશ્રમ જઈને એમના સંતાનની ખોટ પૂરી ના કરી શકીએ, પરંતુ સંતાન બની ખુશી આપવાનો પ્રયાસ તો કરી શકીએ ને ? વિચારમાં તું સહમત છે ?












                  ''
નવું છે વરસ તો મળીએ નવેસર...
                   
નવું વરસ તો ભાળીએ નવેસર.
                   
સૌ સાથે મળીને કરીએ ઉજાણી,
                   
કેમ કે, નવું છે વરસ તો મનાવીએ નવેસર....!" 
 

. તો મીત્રો તમને અમારા બન્ને અને અમારા આકાશવાણીના  પુરા પરિવાર તરફથી ,મીઠાઈઓની  મહેક સાથે, ફટાકડાની ફોરમ રૂપે, નવા કપડાની ઉમંગ સાથે, નવા વર્ષની અને દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

HAPPY DIPAWALI & HAPPY NEW YEAR!!!!!!!!!!!!!!

. નવા વર્ષની સુંદર સંકલ્પ સાથે શુભેચ્છા...!
. શ્રોતા મિત્રો, કેમ આપણે ફેકટરીના માલિકોને દંડ ના કરાવી શકીએ અને ભૂલકાઓના ભવિષ્યને સુધારી શકીએ છીએ. . તો મિત્રો, નવા વર્ષની શરૂઆતમાં કંઈક સંકલ્પ લઈએ.તેમાં સંકલ્પ કેમ ના લઇ શકાય.
. તો શ્રોતામિત્રો દિવાળીના પર્વ નિમિતે અને નવા વર્ષની શરુઆતે આવા બાળકોને આપણે બાળપણ ના આપી શકીએ. . ખરું, મિત્રો તમારી આસપાસ દેખાતા આવા ફટાકડાની ફેકટરીઓમાં કામ કરતા વિદ્યાથીઓને તમે સરકારની યોજનાઓ દ્વારા સહાય અપાવી દિવાળીની ગીફ્ટ કેમ ના આપી શકો.
. હા એની વ્યથાને સંભાળનાર કોણ? બાળકોનું બાળપણ તો માન્ય પહેલા પુરું થઇ ગયું. એમનું ભવિષ્ય શું? . ઠીક સમજાયું મિત્ર , જો દરેક ભારતવાસીઓ આવું સમજે તો બાળકોને અનુ બાળપણ મળી શકે.
. ટુકમાં એટલું કે નાના ફૂલ જેવા બાળકો પોતાના બાળપણને ગુમાવી આવા ખતરનાક વ્યવસાયમાં ફક્ત પોતાના ભરણપોષણની  મજબુરીના  કારણે ઝંપલાવે છે. ખરેખર , દારૂખાનના ધૂમાડા,ફૂલ્જારની ક્ષણિક પ્રકાશમયતા ફૂલાદોની ઝીંદગીની અંધકાર જીંદગીમાં પ્રકાશ ક્યારે આવશે?
. નિમ્ન વર્ગના બાળકો અનેક ફટાકડાની ફેકટરીઓમાં પોતાના ભરણપોષણ માટે મજુરી કરે છે. આવા બાળકોની જીંદગી તો કોઈને ખબર સુદ્ધાં નથી.. અર્થાત તું શું કહેવા ઈચ્છે છે.
. સારું! સંભાળીને આનંદ થયો કે આપના દેશમાં પછાત બાળકોની જીંદગી વિષે જિજ્ઞાસાવૃતિ રાખનારપણ છે. . તું કહે ને , પછાત બાળકોની જીંદગી,દારૂખાનાના ધૂમાડા જેવી એટલે શું?
. હા ધીરજ રાખ, હું  કહું છું. .ના મારી જિજ્ઞાસા વધતી જાય છે,જલ્દી કહે.
. આશ્ચર્યચકિત  ના થા? વાસ્તવિકતા છે. તે જે સાંભળ્યું ઠીક સાંભળ્યું.. જીંદગી દારૂખાનાના ધૂમાડા જેવી એટલે તું કૈક ખાસ વાત કહેવા ઈચ્છે છે.તારી વાતમાં કંઈક ગહનતા છુપાયેલી છે.જલ્દી કહે.
. કેમ નહી ....! તો મિત્રો દિવાળીના પર્વ નિમિતે પરિવાર,મિત્રો સિવાય વૃધો ,બાળકો સાથે સમય પસાર કરી શું આપણે દિવાળી યાદગાર ના બનાવી શકીએ? .મિત્ર, બાળકો અને વૃદ્ધો સાથે તો સમય વીતાવીશું પણ તને ખયાલ છે, ઘણા એવા બાળકો છે જેની જીંદગી  દારૂખાનના ધુમાડા જેવી બની ગઈ છે.. એટલે તું શું કહેવા માંગે છે?